મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ


SHARE















મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ

મોરબી તાલુકા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવીને ઘુંટુ રોડ ઉપરથી દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ઇસમોને પકડી પાડીને માલ આપનાર ધ્રાંગધ્રાના શખ્સની શોધખોળ શરૂ કરેલ છે.

રેંજ આઇજી તેમજ જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી.એ.ઝાલા દ્રારા દારૂ-જૂગારની બદી દુર કરવા સુચના આપેલ હોય તે અનુસંધાને તાલુકા પીઆઇ એસ.કે ચારેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલ સ્ટાફ પૈકીના ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે, હળવદ બાજુથી સફેદ કલરની ફોર વ્હીલ કાર નંબર જીજે ૮ સીએમ ૨૭૩૧ માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને જુના ધુંટુ રોડ થઇને મોરબી બાજુ આવી રહેલ છે.જેથી મળેલ હકીકત આધારે જુના ઘુંટુ રોડ ફલેવર સીરામીક સામે રોડ ઉપર વોંચ દરમ્યાન હકીકત મુજબની કાર નીકળતા તેને રોકાવી ચેક કરતા ગાડીમાંથી જુદીજુદી બ્રાંડની દારૂની ૯૯ બોટલ મળી આવતા રૂા.૧,૩૪,૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રૂા.ત્રણ લાખની કિંમતની કાર એમ કુલ મળીને રૂા.૪,૩૪,૨૦૦ ની કિંમતના મુદામાલની સાથે કારમાંથી મળી આવેલ પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા (ઉ.વ.૩૪) રહે.રોટરીનગર સોસાયટી લાલબાગ સેવાસદન પાછળ મોરબી અને સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ કારડીયા રાજપુત (ઉવ.૩૮) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી-૨ મુળ રહે.કંથારીયા તા.લીંબડી જી.સુરેન્દ્રનગરને પકડી પાડવામાં આવ્યા હતા.જયારે માલ આપનાર તરીકે મુબારક અલ્યાસભાઇ સંધિ રહે.માજી સૈનીક સોસાયટી ધ્રાંગધ્રાનું નામ ખુલતા તાલુકા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ, પીએસઆઇ એસ.એચ.ભટ્ટ તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા આ રેડની કામગીરી કામગીરી કરવામાં આવી હતી.

મહિલા સારવાર

મોરબીના સામાકાંઠે ભડીયાદ નજીક આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મંજુલાબેન લક્ષ્મણભાઈ ડાભી નામના ૫૩ વર્ષના મહિલા પતિ પાછળ એકટીવામાં બેસીને રાજપર રોડ ઉપરથી જતા હતા.ત્યાં રસ્તામાં મામાદેવ મંદિર પાસે એકટીવાની આડે અચાનક કૂતરૂ આડું ઉતરતા એકટીવા સ્લીપ થઇ ગયું હતું.જે બનાવમાં ઇજા થતા તેમને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા..જ્યારે મોરબીના શનાળા રોડ ક્રિષ્ના હોસ્પિટલ પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં સાગર રમેશભાઈ કાનાણી (ઉમર ૩૦) રહે.રફાળેશ્વરને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના માધાપરા શેરી નંબર-૧૫ માં રહેતા રાજેશભાઇ પીતાંબરભાઈ નામના ૪૬ વર્ષીય યુવાન સ્કુટી લઈને જતા હતા ત્યારે રસ્તામાં પથ્થર આવતા સ્કુટી સહિત પડી ગયા હોય ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે સવિતાબેન મગનભાઈ શેરસિયા (૭૧) રહે.ચંદ્રલોક એપાર્ટમેન્ટ સરદારનગર મોરબી તેમના પુત્રની પાછળ બાઈકમાં બેસીને જતા હતા.ત્યારે ઘર નજીક બાઇકમાંથી પડી જતા ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News