મોરબીના રંગપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા સગીર બાળકનું મોત
હળવદમાં 15 વર્ષ જૂના ઝઘડો ખાર રાખીને યુવાન ઉપર એક શખ્સે કર્યો પાઇપ વડે હુમલો
SHARE
હળવદમાં 15 વર્ષ જૂના ઝઘડો ખાર રાખીને યુવાન ઉપર એક શખ્સે કર્યો પાઇપ વડે હુમલો
હળવદમાં 15 વર્ષ પહેલા મંદિરના વહીવટ બાબતે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને એક શખ્સ દ્વારા યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને હાથે, પગે, શરીરે તથા માથાના ભાગે પાઇપ વડે માર મારવામાં આવતા માથામાં ગંભીર ઇજા થઈ હતી અને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આંબેડકરનગર-1 માં રહેતા ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ (39)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમન હસમુખભાઈ પરમાર રહે, બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના સવા બારેક વાગ્યાના અરસા માટે ચાલીને પોતાની દીકરી નેહાને બ્રિલિયન્ટ સ્કૂલમાંથી લઈને ઘર તરફ પરત જઈ રહ્યો હતો ત્યારે સરા રોડ ઉપર આવેલ સખી મરચા ફ્લોર મિલ પાસે આરોપી તેને મળ્યો હતો અને આરોપીને ફરિયાદીના પિતા તેમજ કૌટુંબિક ભાઈની સાથે 15 વર્ષ પહેલા મંદિરના વહીવટ બાબતે ઝઘડો થયો હતો તે બાબતનું મન દુઃખ રાખીને લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે તેને ડાબા પગના ગોઠણ, માથા અને શરીરે પાઇપ વડે માર મારવામાં આવતા માથામાં ફૂટ થઈ ગઈ હતી અને હાથની આંગળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેને માથાના ભાગે ટાંક આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
એક બોટલ દારૂ
ટંકારા તાલુકાના મીતાણા વીરવાવ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી હાર્દિકસિંહ શક્તિસિંહ જાડેજા (27) રહે. વીરવાવ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મહિલા સારવારમાં
વાંકાનેર નજીક આવેલ ટોલનાકા પાસે રીક્ષા ચાલકે ટક્કર મારતા ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (38, રહે. તીથાવા) નામના મહિલાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા રાકેશભાઈ બચુભાઈ પરમાર (25) નામના યુવાનને કારખાનામાં મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.