મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા કરાયું વૃક્ષા રોપણ
મોરબીમાં શાળાઓ શરૂ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઇ
SHARE
મોરબીમાં શાળાઓ શરૂ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઇ
મોરબી શાળાઓ શરૂ થતાની સાથે જ પોલીસ દ્વારા અન્ડર-એજ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડ્રાઈવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાનના ચાલકો સામે ત્રણ દિવસ સુધી સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી હતી અને ત્યારે કુલ 779 સ્કુલ વાન ચેક કરી હતી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 140 સ્કુલ વાહનના ચાલકો પાસેથી દંડ લેવામાં આવેલ હતો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અન્ય વાહન ચાલકો પાસેથી 69,500 જેટલો દંડ વસૂલ કર્યો હતો. અને એમ.વી. એક્ટ 207 મુજબ કુલ 21 સ્કુલ વાહનોને ડીટેઈન કર્યા હતા તેમજ અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના વાલી ઉપર કુલ 49 કેસ કરવામાં આવ્યા હતા. અને આ ડ્રાઈવમાં ખાસ કરીને સ્કુલ વાન ચાલકોને ટ્રાફિક નિયમો તથા આરટીઓના નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.