મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામ પાસે બંધ પડેલા ટ્રક પાછળ બાઇક અથડાતાં આધેડનું મોત


SHARE

















ટંકારાના હરબટીયાળી ગામ પાસે બંધ પડેલા ટ્રક પાછળ બાઇક અથડાતાં આધેડનું મોત

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામ પાસે રાત્રિના સમયે ટ્રક ચાલકે કોઈપણ પ્રકારની આડરાખ્યા વગર રોડ સાઈડમાં ટ્રક ઉભો રાખ્યો હતો જેની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી કરીને આધેડને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક વૃદ્ધના દિકરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરટીયાળી ગામે રહેતા ભાવેશભાઈ જસમતભાઇ મુછારા (34)એ ટ્રક નંબર જીજે 3 બીઝેડ 1980 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ હરટીયાળી ગામ પાસે પટેલ સમાજ વાડી નજીકથી તેઓના પિતા જસમતભાઇ મુછારા પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 5074 લઈને ખેતરે કપાસનું વાવેતર કર્યું હતું જેથી ત્યાં જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં હરબટીયાળી ગામ પાસે ટ્રક ચાલકે કોઈપણ પ્રકારની આડ મુક્યા વગર પોતાનો ટ્રક રોડ સાઈડમાં પાર્ક કર્યો હતો અને તે ટ્રકની પાછળના ભાગમાં ફરિયાદીના પિતા બાઈક સહિત અથડાયા હતા જેથી ફરિયાદીના પિતાને મોઢા, ડાબા બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા કરણભાઈ સંજયભાઈ રાઠોડ (20) નામનો યુવાન આમરણ ગામે મંદિર સામેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News