મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે બંધ ડમ્પર પાછળ છકડો રિક્ષા અથડાતાં યુવાનનું મોત


SHARE

















મોરબીના નવલખી રોડે બંધ ડમ્પર પાછળ છકડો રિક્ષા અથડાતાં યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા તથા લૂંટાવદર ગામની વચ્ચેના ભાગમાં ડમ્પર ચાલાકે પોતાનું ડમ્પર રોડ સાઈડમાં ઉભું રાખ્યું હતું જો કે કોઈપણ પ્રકારની આડરાખી ન હતી જેથી ડમ્પર પાછળ રીક્ષા અથડાઇ હતી જે બનાવમાં યુવાનને છાતી, માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર જકાતનાકા પાસે રહેતા રવિભાઈ માનસંગભાઈ હળવદિયા (28)ડમ્પર નંબર જીજે 36 ટી 4700 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા અને લૂંટાવદર ગામની વચ્ચેના ભાગમાં નાલા પાસે ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર કોઈપણ પ્રકારની આડસ રાખ્યા વગર ઊભું રાખ્યું હતું દરમિયાન ફરિયાદીનો ભાઈ રાજુભાઈ માનસંગભાઈ હળવદિયા (30) ત્યાંથી છકડો રીક્ષા નંબર જીજે 3 એયું 5034 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પરની પાછળના ભાગમાં છકડો રીક્ષા અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથા, છાતી, વાંસા તથા શરીરે ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા પરસોત્તમભાઈ રણછોડભાઈ બાબરીયા (67) નામના વૃદ્ધ બાઈક લઈને મંદિરે જતા હતા ત્યારે રસ્તામાં ઘર પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ઈજા થહોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News