મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

લોકોના કામ કરીને હીરો બનો: પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય મહેશ રાજકોટિયાની ટકોર


SHARE

















લોકોના કામ કરીને હીરો બનો: પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય મહેશ રાજકોટિયાની ટકોર

ગુજરાતમાં બે વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાયેલ હતી જેના પરીણામ બાદ પાટીદાર સમાજના અને પાસના આગેવાન તેમજ મોરબી જિલ્લા પંચાયત માજી સદસ્ય મહેશ રાજકોટિયાએ એવી ટકોર કરી હતી કે, લોકોની વચ્ચે રહી કામ કરશે તેને જ હવે લોકો ચૂંટશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

તાજેતરમાં વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં જોઈ શકાય છે કે, ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ કરવા માટેનું જે કામ કરવામાં આવ્યું હતું તેને ધ્યાને રાખીને મતદારો દ્વારા મતદાન કરીને ધારાસભ્યને ચૂંટવામાં આવેલ છે. વધુમાં મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, "ચૂંટણી જીતવી એ માત્ર શરૂઆત છે, ખરી જવાબદારી તો લોકોના હૃદય જીતવાની છે." હાલમાં મહેશ રાજકોટિયાએ જે ટકોર કરેલ છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ છે અને ત્યારે અંતમાં તેઓએ કહ્યું હતું કે, “ચુંટણી ટાણે ચર્ચા, ચવાણું અને ચપલાથી ક્યારેય ચુટાવુ શક્ય નથી” જેથી લોકોની વચ્ચે રહીને પહેલા જે રીતે લોકોને મુંજવતા પ્રશ્નોને સમજીને તાત્કાલિક નિરાકરણ લાવતા હતા તેવી જ રીતે આગામી સમયમાં પ્રશ્નોનાં નિરાકરણ લાવીને મોરબી જીલ્લામાં પણ દાખલા બેસાડીશું તેના માટે તેઓ અને તેની ટિમ કટિબદ્ધ છે.




Latest News