મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામે ઘરમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો: હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના બે ગુના નોંધાયા !


SHARE

















માળીયા (મી)ના કાજરડા ગામે ઘરમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો: હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના બે ગુના નોંધાયા !

મોરબી જિલ્લા એલસીબીની ટીમે હળવદ તથા મોરબી તાલુકામાંથી ચોરી કરવામાં આવેલ બે બાઇક સહિત કુલ મળીને ત્રણ ચોરાઉ બાઈકની સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે અને પકડાયેલ શખ્સને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ચંદુભાઇ કાણોતરા, શક્તિસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને ખાનગી બાતમીદારો આધારે હકીકત મળેલ હતી કે, રજાક દોસમામદ મીંયાણા રહે. કાજરડા નીશાળ પાસે તાલૂકો માળીયા વાળો પોતે ચોરી કરેલા બાઇક તેના ઘરે રાખે છે અને તે પણ ત્યાં હાજર છે જેથી તેના ઘરની એલસીબીની ટીમે પંચોને સાથે રાખીને ઝડતી લીધી હતી ત્યારે ઘરના ફળીયામાંથી નંબર પ્લેટ વગરના અલગ અલગ ત્રણ સ્પ્લેન્ડર પ્લસ બાઇક મળી આવ્યા હતા જેના કાગળ માંગ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી તેની વિષેશ પુછપરછ કરતા આ ત્રણેય બાઇક તેને અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ હતી અને મોરબી તાલુકાનાં લુંટાવદર, હળવદ તાલુકાના દેવળીયા અને ભચાઉ ખાતેથી આ બાઈકની ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય ચોરાઉ બાઇકને કબ્જે કરીને પોલીસે આરોપી રઝાકભાઇ દોસમામદ કાજડીયા રહે. હાલ કોયબા ડેમ પાસે સુરેશભાઇ ભરવાડની વાડીમાં તાલુકો હળવદ મુળ. કાજરડા ગામ માળીયા (મીં) વાળાને પકડીને આગળની કાર્યવાહી અર્થે હાલમાં માળીયા (મિં) તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના બે ગુના નોંધાયા !

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા હાલુભા ભૂરૂભા પરમાર (58)અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે શેરીમાં બાઈક નંબર જીજે 13 એફએફ 5448 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સેન્ટર પોઇન્ટ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 302 માં રહેતા ગોવિંદભાઈ ખીમજીભાઈ સેરસિયા (68)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, લૂંટાવદર ગામે ફરિયાદીના પાધેળા તરીકે ઓળખાતા ખેતરે તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએચ 1088 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.




Latest News