મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી યોજનામાં ખાલી પડેલ ૧૨ આવાસ ફાળવવા માટે કવાયત


SHARE

















મોરબીમાં પ્રધાનમંત્રી યોજનામાં ખાલી પડેલ ૧૨ આવાસ ફાળવવા માટે કવાયત

મોરબીમાં પ્રધાનમંત્રી યોજના આવાસમાં સ્વેચ્છીક/ રદ્દ થઈને ખાલી પડેલ ૧૨ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને આવાસ ફાળવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેની કાર્યવાહી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી

મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર યોજના (શહેરી) દ્વારા પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૧૨ આવાસ સ્વેચ્છીક/ રદ્દ થઈને ખાલી પડેલ છે તેનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનું થાય છે. જેના માટે મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે તેવા તમામ લાભાર્થીઓને તા.૨૫ ને બુધવાર રૂમ નં.૧૬, મોરબી મહાનગરપાલિકા, ડો.આંબેડકર ભવન, ગાંધીચોક, મોરબી ખાતે ડોક્યુમેન્ટની નકલ સાથે રાખી રૂબરૂ આવવાનું રહેશે. અને વેઈટીંગ લીસ્ટ ૧૨ આવાસો માટે જ ઓપરેટ કરવાનું છે જેથી ખાલી પડેલ મકાનો સામે બે ગણા લાભાર્થીઓને આવકારેલ છે અને તમામ ડોક્યુમેન્ટ રજુ કરનાર નોટીશ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ નામાવલી પૈકીના પ્રથમ ૧૨ લાભાર્થીઓને અગ્રતા આપવામાં આવશે અને પરંતુ તેમાંથી કોઈ ડોક્યુમેન્ટ પૂર્તતા ન કરી શકે તો તેવા કિસ્સામાં ક્રમશઃ વેઈટીંગ ઓપરેટ કરી નિયમોનુંસારની આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૨ લાભર્થીઓને મકાન ફાળવ્યા

મોરબી મહાનગરપાલિકા દ્વારા PMAY અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવા મોરબી મહાનગરપાલિકાના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ મેળામાં ઉપસ્થિત રહેલ પૈકી ૧૨ લાભાર્થીઓ જરુરી ડોક્યુમેન્ટ જમા કરાવેલ હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી નિયત થયેલ લાભાર્થી ફાળો ભરપાઈ કરેલ છે તેવા ૬ (છ) લાભાર્થીઓને કામધેનું બાયપાસ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના AHP ઘટક અંતર્ગત નિર્માણ થયેલ આવાસોની ફાળવણી કમિશનરના હસ્તે કરવામાં આવી હતી. તેવી માહિતી ડેપ્યુટી કમિશનરે આપેલ છે.




Latest News