મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો


SHARE









મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો

મોરબી તાલુકાની પીપળી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી સોસાયટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી લાઈટ પાણી રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા મળતી નથી જેથી મહિલાઓ સહિતના લોકો જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો

મોરબી જિલ્લામાં આવતી પીપળી ગ્રામ પંચાયતની આસપાસમાં આવેલ ધર્મગંગા, શાંતિનગર સિલ્વર પાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો વસવાટ કરે છે પરંતુ ત્યાં આજની તારીખે ગ્રામ પંચાયત દ્વારા લાઈટ પાણી રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીમાં સામનો કરવો પડે છે અને આ બાબતે અગાઉ અનેક વખત ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી છે. અને ચૂંટણી વખતે જ્યારે મત માંગવા માટે આગેવાનો તેઓની સોસાયટીમાં આવે છે ત્યારે તેઓને પ્રાથમિક સુવિધા આપવાની વાતો કરે છે પરંતુ આજ સુધી તેઓએ પ્રાથમિક સુવિધા આપવામાં આવેલ નથી અને સ્કૂલ વાહન વાળા બાળકોને ચોમાસામાં લેવા મૂકવા માટે આવવાની ના પડે છે અને લોકોને ઘર પાસે બહાર નીકળવું પણ જીવલેણ સાબિત થાય તેવી સ્થિતિ છે જેથી કરીને જીવલેણ અકસ્માત થાય તે પહેલા રોડ રસ્તા સહિતની સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જિલ્લા પંચાયત કચેરીમાં ડેપ્યુટી ડીડીઓ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને લાઈટ, પાણી, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી.




Latest News