મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો
SHARE









મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ માતાજીના મંદિરની બાજુમાંથી પસાર થતી કાલિન્દ્રી નદીમાં કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દીધો હતો જેથી આ બાબતે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામે પાવર હાઉસની બાજુમાં રહેતા મનીષભાઈ રાજુભાઈ ભોજવીયા (28)એ હાલમાં અજાણી મહિલા સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ નટડી માતાજીના મંદિરની બાજુમાં આવેલ કાલિન્દ્ર નદીમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા નવજાત બાળકનો જન્મ છુપાવવા માટે થઈને જન્મ પહેલા કે જન્મતી વખતે મૃત્યુ પામેલ નવજાત બાળકીના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો જેથી આ બાબતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ઝેરી દવા પી લેતા સારવારમાં
રોહીશાળા ગામે ગૌતમભાઈની વાડીએ રહેતાને મજૂરી કામ કરતા અર્જુન ગોવિંદભાઈ નાયક (18) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ચંદુભાઈ રૂડાભાઈ ડાંગર (60) નામના વૃદ્ધ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇકમાંથી તેઓ પડી ગયા હતા અને અકસ્માત થયો જે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
