મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ


SHARE





વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આજે વેલેન્ટાઈન ડે ના બદલે વાત્સલ્ય દિવસ ની ઉજવણી કરી હતી અને ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી હોય એવા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને વૈભવી કારમાં બેસીને મોજ કરવાનું સપનું હોય છે જો કે, આવા બાળકોએ કદી જ મોંઘી કારમાં બેસીને આનંદ માણ્યો હોતો નથી. તેથીઆવા બાળકોના સપનાને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા વેલેન્ટાઈન ડે ના બદલે વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાઇ મોલ પાસેથી શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, દિનેશભાઇ વડસોલા, ભાનુબેન નગવાડિયા સહિતના અગ્રણીઓએ જોય રાઈડ્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તો યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને નિર્શિવ ફાઉન્ડેશનના રોહન રાંકજાએ જણાવ્યું હતું કે બીજાના મનને અનોખો આનંદ આપીને આપણે ખુશ થવુંએ જ આપણી સંસ્કૃતિનું મૂળ સોહાર્દ છે જેને ચરિતાર્થ કરવા માટે મોરબીના ઉદ્યોગકારોના સહકારથી આ જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News