માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ કરી ટેમ્પો-ટ્રેલરમાંથી ડીઝલની ચોરી !: આરોપીઓ હાથવેંતમાં


SHARE











મોરબીના મકનસર પાસે બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ કરી ટેમ્પો-ટ્રેલરમાંથી ડીઝલની ચોરી !: આરોપીઓ હાથવેંતમાં

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ટ્રક, ડમ્પર, આઇસર, ટેમ્પો વગેરે જેવા મોટા વાહનોના ડીઝલ ટેન્કમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં વધુ એક વખત મકનસર ગામ પાસે આવેલ ધર્મ કાંટા નજીક જાહેરમાં રાખવામાં આવેલ ટેમ્પો અને ટ્રેલરની ડીઝલ ટેન્કમાંથી કુલ મળીને 330 લીટર ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બલેનો કાર લઈને ડિઝલની ચોરી કરવા માટે આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મુન્દ્રા ખાતે આરોહી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા કરનારામ ધરમારામ સાંઇ (31) નામના યુવાને હાલમાં કાળા કલરની બલેનો કારમાં આવેલા અજાણ્યા 25 થી 35 વર્ષની ઉંમરના ચાર શખ્સો સામે ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામની સીમમાં ધર્મકાંટા પાસે ફરિયાદીએ પોતાનું ટ્રેલર તથા સાહેદેવસંગભાઈએ પોતાનો ટેમ્પો પાર્ક કરીને ઊભા રાખ્યા હતા દરમિયાન તેઓના વાહનની ડીઝલ ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલની ચોરી કરવામાં આવે છે અને બંને વાહનમાં મળીને કુલ 330 લીટર જેટલા ડીઝલની ચોરી થયેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 29,700 ની કિંમતના ડીઝલની ચોરીની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

મહિલા સારવારમાં

વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ શેરસીયા (43) નામના મહિલા ચંદ્રપુર ગામે આવેલ દરગાહ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કરણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં હસીનાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News