મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ


SHARE

















મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને નાની વાવડી ખાતે નાની વાવડી કુમાર શાળા અને કન્યા શાળા તથા માધ્યમિક શાળાઓમાં નવા પ્રવેશપાત્ર બાળાઓને અંતરથી આવકાર આપવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે, દરેક કન્યાઓને શિક્ષણ મળે અને કોઈ પણ બાળક શિક્ષણ વિના ન રહે તેવા હેતુ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો એ કાર્યક્રમની ફલશ્રુતિ આજે આપણે જોઈ શકીએ છીએ જેના કારણે ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થયો છે અને બાળકો હોંશે હોંશે શાળાએ આવતા થયા છે. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી અને દાતાઓનું સન્માન કર્યું હતું. નાની વાવડી ખાતે આંગણવાડીમાં ૨૮ બાળકો, ધોરણ ૧ માં ૮૨ બાળકો તથા ધોરણ ૯ માં ૬૨ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આવી જ રીતે કલેકટરે આંબાવાડી અને રાજપર પ્રાથમિક શાળા ખાતે પણ પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયતના સદસ્ય રમાબેન રૂપાલા, મદદનીશ પશુપાલન નિયામક ડો. એન.જે. ફળદુ, સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા સહિતના હાજર રહ્યા હતા.




Latest News