મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા


SHARE

















ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં બંને પક્ષેથી બાળક, મહિલા સહિત કુલ મળીને 10 જેટલા લોકોને ઇજા થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના હડમતીયા ગામે રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ ખાખરીયા (47), રંજનબેન જગદીશભાઈ ખાખરીયા (45), નીતિનભાઈ જગદીશભાઈ ખાખરીયા (24) અને દશરથ જગદીશભાઈ ખાખરીયા (24)ને મારામારીમાં ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી ભરત દેવશીભાઈ ખાખરીયા (50), સોનલબેન ચંદ્રેશભાઇ ખાખરીયા (35), લાલજીભાઈ ભરતભાઈ ખાખરીયા (35) વિશાલભાઈ રાજેશભાઈ ખાખરીયા (25), સવિતાબેન વિશાલભાઈ ખાખરીયા (50), રાજેશભાઈ દેવશીભાઈ ખાખરીયા (51), પાર્વતી વિશાલભાઈ ખાખરીયા (7 માસ)ને ઈજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીનો આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે. વધુમાં મારામારીના બનાવમાં ઈજા પામેલા જગદીશભાઈ ખાખરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનો નાનો દીકરો દશરથ છાશ લેવા માટે થઈને ઘરેથી બહાર જઈ રહ્યો હતો ત્યારે તેઓના ભાઈજી દેવશીભાઈ રસ્તા વચ્ચે બેઠેલ હતા જેથી તેઓને દૂર જવા માટે દશરથે કહ્યું હતું જે બાબતને લઈને મારામારીનો આ બનાવ બન્યો હતો.




Latest News