મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો
મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
SHARE









મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. તેવી જ રીતે તાજેતરમાં કેમ્પ યોજાયો હતો જેનો ૨૨૫ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો અને ૯૩ દર્દીઓના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તેના માટેની વ્યવસ્થા મોરબીની સંસ્થા દ્વારા કરવામા આવી હતી અને આ કેમ્પ સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ.સેજલબેન મનોજકુમાર) પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા સહીતના હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ૧૩,૧૧૮ લોકોએ કેમ્પનો લાભ લીધેલ છે અને ૫,૯૮૧ લોકોના નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
