મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી !


SHARE

















મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી !

મોરબીના રવાપર ગામના માજી સરપંચના પતિ રફાળેશ્વર ગામ પાસે આવેલ તેઓને કારખાને હતા અને ત્યાં કામકાજ ચાલી રહ્યું હતું દરમિયાન તેમણે અગાઉ જેની પાસેથી હાથ ઉંચીના રૂપિયા લીધા હતા તે રૂપિયાની ઉઘરાણી માટે બે વ્યક્તિઓ આવ્યા હતા અને બોલાચાલી કરીને તેમને ગાળો આપીને માર મારવામાં આવ્યું હતું અને તેઓનુ અપહરણ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને આ બનાવમાં ઈજા પામેલ માજી સરપંચના પતિને હાલમાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર ગામના માજી સરપંચના પતિ સંજયભાઈ અઘારા આજે બપોરના 2:00 વાગ્યાના અરસામાં રફાળેશ્વર ગામ પાસે આવેલ તેઓના કારખાને હતા અને ત્યાં કામગીરી ચાલી રહી હતી દરમિયાન સામતભાઈ અને ભાવેશભાઈ નામના બે વ્યક્તિઓ ત્યાં તેમની પાસે આવ્યા હતા અને તેઓને કારખાનાની બહાર ગાડી પાર્ક કરવામાં આવી હતી ત્યાં બોલાવવામાં આવ્યા હતા જેથી સંજયભાઈ ત્યાં ગાડી પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ સંજયભાઈએ અગાઉ લીધેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અને ત્યારે સંજયભાઈએ હાલમાં પૈસાની સગવડ નથી પૈસા પછી આપશે તેવું કહ્યું હતું જેથી ઉઘરાણી માટે આવેલા શખ્સો ઉસકેરાય ગયા હતા અને તેણે સંજયભાઈ અઘારાને ગાળોને માર માર્યો હતો તેમજ ગાડીમાં બેસાડીને તેનો અપહરણ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો જે સમગ્ર ઘટના ત્યાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને આ બનાવમાં ઇજા પામેલા સંજયભાઈ અઘારાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને મારામારી અને અપહરણના પ્રયાસના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે. ચારેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “આ બનાવની જાણ થતાં તેઓએ સ્ટાફેને ફરિયાદ લેવા માટે હોસ્પિટલે મોકલ્યો હતો પરંતુ સંજયભાઇ અઘારાએ હાલમાં ફરિયાદ આપેલ નથી”






Latest News