હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપી જાનથી મારી નાખવાની ધમકી
ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
SHARE









ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
ટંકારાના નેકનામ ગામે વાડીએ બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં બાદનપર ગામે ભીમાભાઇ ભીમાણીની વાડીએ રહેતા અને ખેતી કામ કરતા નબળાભાઈ નવલાભાઇ કટારા (32) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએ તેને પોતાનું બાઈક નંબર જીજે 20 બીડી 8724 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઈક સ્લીપ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગરમાં રહેતા છગનભાઈ પરસોત્તમભાઈ વિરસોડીયા (74) નામના વૃદ્ધ કંડલા બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજની સાઈડમાં બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં તેને ઈજા થતાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
ઝેરી જનાવર કરડી ગયું
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિનોદભાઈ રમેશભાઈ ચાવડા (27) નામના યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
