મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
SHARE









ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા ફ્રી સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.આ કેમ્પમાં હોમીયોપેથીક, વોટર થેરાપી, પ્રાણીક હીલીંગ, એકયુપંચર દ્રારા દરેક રોગોની સારવાર ડો.નિલેશ ગામી તથા સાથે ડો.નિકુંજ ગૌસ્વામી અને મહેન્દ્રભાઈ દ્રારા કરવામાં આવી હતી.તથા જરૂરીયાત મુજબની દવા પણ ફ્રી આપવામાં આવેલ હતી.આશરે ૨૦૧ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો. ડો.નિલેશ ગામી દ્વારા આ ૨૬ મો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ તકે ઈન્ડીયન લાયન્સ કલબના ભાવેશભાઈ દોશીએ જણાવેલ કે ૨૬ વર્ષથી નિલેશભાઈ દ્રારા અવિરત સેવા આપી ઈન્ડીયન લાયન્સ કલબને ખુબ જ સહકાર આપેલ છે.તે આનંદ અને ગૌરવની વાત છે.તેમના મોટાભાઈ હર્ષદભાઈ ગામી ઈન્ડીયન લાયન્સના પાયાના પથ્થર અને પુર્વ પ્રમુખ રહી ચુકયા છે અને હાલપણ સક્રિય સભ્ય છે.દરેક સેવાભાવી ડોકટર અને સ્ટાફનું કલબ દ્રારા બહુમાન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પને સફળ બનાવવા હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, ધીરૂભાઈ સુરેલીયા, કિશોરભાઈ પલાણ, શશીભાઈ મહેતા, અલ્પાબેન કકકડ તથા અજયભાઈ કકકડએ જહેમત ઉઠાવી હાજર રહ્યા હતા
