ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
SHARE









એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની " એક રાષ્ટ્ર, એક ચૂંટણી" ની પહેલને જન જન સુધી પહોંચાડવા 67- વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષદગીરી ગોસ્વામી (પૂર્વ મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ અને પૂર્વ પ્રમુખ અમદાવાદ જીલ્લા ભાજપ) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રબુદ્ધ નાગરિકોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ અને મોરબી જીલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, મહામંત્રી રાજકોટ તાલુકા ભાજપ વિપુલભાઈ બસીયા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીજ્ઞેસભાઈ ગોહેલ, વાંકાનેર વેપારી અગ્રણી વિનુભાઈ કટારીયા,વાંકાનેર બાર એસોસીએશન પ્રમુખ સુનિલબાઈ મહેતા, વાંકાનેર બાર એસોસીએશન પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, ડો. મહેશ્વરી તેમજ જુદા જુદા એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.
