મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ


SHARE







મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની ગેરકાયદેસર અટકાયત કરીને તેની સામે પાસાનો હુકમ કરવામાં આવે છે તેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ, શ્રી મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના હોદેદારોની હાજરીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપીને પાસાના હુકમને રીવોક કરવાની માંગ કરેલ છે.

શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ-મોરબી, શ્રી મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના હોદેદારોની હાજરીમાં મોરબી ક્ષત્રિય સમાજના લોકોની હાજરીમાં આજે કલેકટરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તાજેતરમાં અચાનક કોઈ મોટા આતંકી ગુનેગારને પાડવાના હોય તે રીતે પોલીસ કાફલો સામાજીક સંસ્થાના મોભાદાર આગેવાનના ઘરે જાય છે અને કોઈ જ પ્રકારની જાણ વગર રાત્રીના સમયે તેની અટક કરી પોલીસ સ્ટેશન લઈ આવે છે અને પરીવારના સભ્યો દ્વારા પુછવામાં આવતા કોઈ જ જવાબ આપવામાં આવતો નથી અને ત્યાર બાદ પાસા જેવા ગંભીર કાયદાની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે.

કોઈ રાજકીય ઈશારે કિન્નાખોરી પૂર્વક ડયંત્ર કરવામાં આવે છે. જેથી સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે અને ગંભીર પ્રકારના અનેક ગુનાઓ આચરનાર વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ પી.ટી.જાડેજા સામે પાસાની કાર્યવાહી કરીને અન્યાયકારી વલણ અપનાવામાં આવેલ છે. જેથી તેનો ગુજરાતમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

વધુમાં જણાવ્યુ છેકે, પી.ટી.જાડેજા અમરનાથ મંદિરના ટ્રસ્ટિ અને પ્રમુખ છે. તેમણે લોકોની માંગણીને ધ્યાને લઈને અમુક તકવાદી તત્વોને રોકવાનો પ્રયાસ માત્ર કરેલ જે તેની ફરજ પણ હતી. જેથી તેને મોટુ સ્વરૂપ આપી પી.ટી.જાડેજાની સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેને નીચા દેખાડવા માટે આ હિન પ્રયાસ કરવામાં આવેલ છે. જેથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપીને આ ઘટનામાં દરમીયાનગીરી કરીને એક સામાજીક અગ્રણીની વિરૂધ્ધ કરવામાં આવેલ પાસાને રીવોક કરવામાં આવે તેવી માંગ કરેલ છે. નહિ તો  અન્યાયની સામે ગુજરાતમાં રાજપૂત સમાજ ન્યાયોચિત લડાઈ લડશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી  છે.






Latest News