મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE









મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં આવેલી શ્રી સિદ્ધિ વિનાયક વાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ (સ્પીડ ટેલિકોમ, મોરબી વાળા)ના પિતા સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેઓએ સમસ્ત મોચી સમાજ મોરબીના ધો. 1 થી 12 માં 60 ટકાથી વધુ માર્ક લેનારા વિદ્યાર્થીઓને 6 નંગ ફુલસ્કેપ નોટબુક અને બોલપેન આપવામાં આવી હતી તેમજ LKG અને UKG ના બાળકોને સ્કૂલ બેગ તથા ધો. 10 અને 12 માં 80 ટકાથી ઉપર માર્ક લેનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને મોચી સમાજના લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. તેમ સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે.
