મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ
મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ
SHARE









મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ
મોરબીના રવાપર ગામના માજી સરપંચના પતિને રફાળેશ્વર ગામ પાસે માર મારવામાં આવ્યો હતો જેમાં ૧૦ લાખની ઉઘરીણી સબબ બે લોકોએ કારખાને આવીને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર ગામના માજી સરપંચના પતિ સંજયભાઈ અઘારા રફાળેશ્વર ગામ પાસે આવેલ તેઓના કારખાને હતા.ત્યારે સામતભાઈ અને ભાવેશભાઈ નામના બે વ્યક્તિઓ ત્યાં તેમની પાસે આવ્યા હતા અને તેઓને કારખાનાની બહાર ગાડી પાર્ક કરવામાં આવી હતી ત્યાં બોલાવવામાં આવ્યા હતા.જેથી સંજયભાઈ ત્યાં ગાડી પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ સંજયભાઈએ અગાઉ હાથ ઉછીના લીધેલા રૂા.૧૦ લાખની ઉઘરાણી કરવામાં આવી હતી અને ત્યારે સંજયભાઈએ હાલમાં પૈસાની સગવડ નથી પૈસા પછી આપી દઇશ તેમ કહ્યું હતું.જેથી ઉઘરાણી માટે આવેલા શખ્સો ઉશ્કેરાયા હતા અને તેઓએ સંજયભાઈ અઘારાને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ ગાડીમાં બેસાડીને તેનું અપહરણ કરવા પ્રયાસ કર્યો હતો જે સમગ્ર ઘટના ત્યાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ઇજા પામેલા સંજયભાઈ અઘારાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.હાલ સંજયભાઇ ધરમશીભાઇ અઘારા (૫૨) રહે.બોની પાર્ક રવાપર એ તાલુકા પોલીસમાં ભાવેશ ભટાસણા અને સામતભાઇ રબારી રહે. બંને રવાપર સામે ૧૦ લાખની બાકી ઉઘરાણી મુદે ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમારે તપાસ હાથ ધરી છે.
