મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી


SHARE































ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી

ટંકારાના ગજડી ગામે રહેતા યુવાને મહિલા સાથે લીવ ઇન રિલેશનશિપનો કરાર કરેલ હતો જે બાબતે જુદી જુદી કોર્ટ મેટર ચાલી રહી છે દરમિયાન અમદાવાદના શખ્સ દ્વારા તેને ફોન, વ્હોટ્સએપ કોલ અને મેસેજ જુદા જુદા નંબર ઉપરથી કરીને ખોટા કેસ કરીને ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકીઓ આપવામાં આવતી નથી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા પ્રકાશભાઈ કાળુભાઈ ડાંગર (44)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ જયંતીલાલ ભારતીય રહે. વાસણા-8 ઇશાન એવન્યુ સુંદરવન સોસાયટી વાસણા અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે આરોપી અશોકભાઈ ભારતીય દ્વારા તેમના જુદા જુદા ચાર મોબાઈલ ફોન નંબર ઉપરથી તેને ફોન અને મેસેજ આવ્યા હતા અને ફરિયાદીએ એક મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપનો કરાર કરેલ છે જે બાબતની જુદી જુદી કોર્ટ મેટર ચાલી રહી છે જેથી કરીને ફરિયાદી યુવાનને તેના મોબાઈલ ફોન ઉપર મિસ કોલ, ફોન, વ્હોટ્સએપ કોલ અને મેસેજ કરીને ખોટા કેસ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News