મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે ગોળાઈમાં ટ્રક ટ્રેલરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને પલટી મરાવી દીધી હતી જેથી ટ્રક ટ્રેલરની કેબિનમાં બેઠેલ યુવાનને કેબીન નીચે દબાઈ જવાના કારણે માથા અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતા અશ્વિનભાઈ કાનજીભાઈ ધંધુકિયા (40)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 3 બીટી 1503 ના ચાલક અશોકભાઈ મનસંગભાઈ પારેજીયા રહે. હજનાળી વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સિમ્બોસા સીરામીક નજીકથી આરોપી પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો અને તેના ટ્રક ટ્રેલરમાં કોલસો ભરેલ હતો જે કારખાનામાં નાખવા માટે જતાં હતા ત્યારે આરોપીએ ગોળાઈમાં ટ્રક ટ્રેલરને પલટી ખવડાવી દેતા ટ્રકમાં ક્લીનર તરીકે કેબિનમાં બેઠેલ ફરિયાદીનો દીકરો રોહિત અશ્વિનભાઈ ધંધુકિયા (18) ટ્રક ટ્રેલરની કેબીન નીચે દબાઈ જતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News