મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
SHARE









મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
મોરબીના લાતી પ્લોટમાં પોલીસે જુગારની રેડ કરી હતી અને બે શખ્સને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી 4,300 ની રોકડ પણ કબ્જે કરવામાં આવી હતી આટલુ જ નહીં જે બે શખ્સને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં એક શખ્સ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી હતી જેથી તે અંગેનો અલગથી ગુનો નોંધાયેલ છે.
મોરબીના લાતી પ્લોટમાં આવેલ લક્ષ્મી કોમ્પલેક્ષના પગથિયા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલભાઈ હીરાભાઈ રાજા (68) રહે. સોમનાથ સોસાયટી રવાપર રોડ લોટસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 501 મોરબી તથા અજયભાઈ નવલભાઇ દવે (50) રહે. કાલિકા પ્લોટ શેરી નંબર 3 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4,300 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને જે શખ્સને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં આરોપી અનિલભાઈ હીરાભાઈ રાજા પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 રૂપિયા કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી અનિલભાઈ રાજા સામે અલગથી પ્રોહિબિશન એક્ટ મુજબનો પણ ગુનો નોંધવામાં આવેલ છે.
