સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન


SHARE















વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન

વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ અને સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તા સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તેનું સચોટ માહિતી મોરબી જિલ્લાના સિનિયર ઉપાધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજાએ આપી હતી ત્યાર બાદ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે જેમાં જૂની પેશન યોજના ૨૦૦૫ પછી લાગુ પાડવા માટે યોજના બનાવાશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને વાંકાનેર તાલુકાની કારોબારીમાં નવા સભ્યો કોટડીયા દીપકભાઈ,પાટડીયા જીવરાજભાઈ,વાનાણી જેઠાભાઈની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકાના કારોબારી સભ્યો દ્વારા પ્રતિભાવ અને પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી ત્યાર બાદ બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી.




Latest News