મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો
SHARE









મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેના રામધન આશ્રમના પુલ પાસે બાઈકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધુ હતુુ.ગત તા.૬ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં બનેલા અકસ્માત બનાવમાં નિઝામ રહીમભાઈ સુમરા રહે.શાંતિવન સોસાયટી રોહીદાસપરા પાસે વીસીપરા મોરબીને ઇજાઓ થઈ હતી.જેથી તેને અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
બાઈક-રીક્ષા અકસ્માત
મોરબીના ટંકારા તાલુકાની સાવડી ચોકડી પાસે રીક્ષા અને બાઈકનો અકસ્માત બન્યો હતો.જેમાં બાઈકમાં સવાર કનુભાઈ ઠુમેરસિંગ માવડા (૧૯) અને બીનાબેન શેનભાઈ બવાર (૨૦) રહે.બંને નેસડા ટંકારને ઇજા થતા બંનેને અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ધરમપુર ગામ પાસેના શુભનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ દિલીપભાઈ ચાવડા નામના ૧૭ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે સ્મશાન પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઢુવા ગામ પાસે પગપાળા જતા અવશેસભાઈ પટેલ નામના ૩૦ વર્ષના યુવાનને ઇકો ચાલાકે ઝપટે લેતા ૧૦૮ વડે તેઓને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને માળિયાના ખીરસરા ગામે કાનાભાઈ ગોવાભાઈ કોળી નામના ૪૫ વર્ષના યુવાનને ઘર નજીક પતરા ઉપર કામ કરતા સમયે નીચે પડી જતા ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે અને બનાવોની આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ-યુવાન-મહીલા સારવારમાં
ટંકારાના લખધીરગઢ ગામે રહેતા ગોકુલભાઈ ચકુભાઈ રબારી નામના ૬૫ વર્ષના વૃધ્ધને ગામના ઝાંપા નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમિયાનગર વિસ્તારમાં રહેતા કાંતિભાઈ રતાભાઇ બારૈયા નામના ૫૧ વર્ષના આધેડને ચરાડવા ગામે બ્રિજ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના રણજીતગઢ ગામે રહેતા કિશન અલ્પેશભાઈ ભોરણીયા નામના ૨૦ વર્ષના યુવાનને ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને મોરબીની અવની ચોકડી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં કૈલાશબેન ગૌતમભાઈ પાંચોટિયા (૪૮) રહે.ગણેશ પેલેસ અવની ચોકડીને પણ અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા
મોરબીના સામેકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા આફતાબ રફીકભાઈ સમા નામના ૨૭ વર્ષના યુવાન ઉપર ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજા પામેલ હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે સોનલ ઉર્ફે સોનકીબેનના ઘર પાસે આ મારામારીનો બનાવ બન્યો હતો.જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસેની ગીરીરાજ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ પંચાસરા નામના ૫૮ વર્ષના આધેડ પગપાળા જતા હતા ત્યારે કાર ચાલકે તેઓને પાછળથી હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.
