​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ


SHARE



































મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ

મોરબી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાસ્પદ બનેલા કૌભાંડોની એક પછી એક તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી રહી છે.ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દરમિયાન સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના વધુ એક ચર્ચાસ્પદ કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.

મોરબી જિલ્લો છેલ્લા ઘણા સમયથી વજેપર 602 જમીન કૌભાંડને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આ જમીન કૌભાંડની અરજીથી લઈને ફરિયાદ લેવાઈ ગયા બાદ આજ દિવસ સુધીમાં તપાસ દરમ્યાન અનેક ઉતાર ચડાવ આવેલ છે. જે સહુ કોઈ જાણે છે જોકે, વારંવાર ચર્ચાસ્પદ કૌભાંડની તપાસ શા માટે બદલવામાં આવે છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.  અને આ કેસની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવ્યા બાદ તેમાં આરોપીઓની ધરપકડનો દોર શરૂ થયો છે. અને છેલ્લા દિવસોમાં મહિલા સહિત બે આરોપીને પકડીને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

દરમ્યાન માળિયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના આદેશ બાદ સરવડ ગામના તલાટી મંત્રી દ્વારા ગત તા. 18/5/25 ના રોજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી અને તે ગુનાની તપાસ પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કરવામાં આવતી હતી. ત્યારબાદ આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવી હતી.

જો કે, થોડા દિવસો પહેલા આ તપાસ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાને સોંપવામાં આવી હતી અને હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહેલ માહિતી મુજબ માળિયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદની તપાસ પણ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી છે અને તેના માટેનો હુકમ પણ થઈ ગયો છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા છે. કે, મોરબી જિલ્લામાં નહીં પરંતુ રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા કૌભાંડોની એક પછી એક ક્રમશઃ તપાસ સીઆઇડી ક્રાઈમને કેમ સોંપવી પડે છે. ? શું જિલ્લામાં સ્થાનિક પોલીસ આરોપીઓને પકડવામાં ઊણી ઉતરી રહી છે ? આવા અનેક સવાલ લોકો પોલીસની કામગીરી સામે કરી રહ્યા છે. જોકે આ બંને ચર્ચાસ્પદ કૌભાંડોની તપાસમાં કલ્પના બહારના નામ આરોપી તરીકે સામે આવશે તેવું હાલમાં પોલીસ બેડામાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે.


















Latest News