મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ


SHARE















મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ

મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે વર્ષાઋતુમાં જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા પીરસીને અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦ થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ વરસાદની મોસમમાં ગરમા ગરમ ભજીયા જમાડી કંઈક અલગ રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

વરસતો વરસાદ હોય ત્યારે ભજીયા કોને ન યાદ આવે ? કોને ખાવાનું મન ન થાય ? પણ બધાએ ઈચ્છા પુરી કરવા સક્ષમ ન હોય તેથી જ તેવા જરૂરતમંદ લોકો માટે આ આયોજન ઘડી કાઢવામાં આવ્યુ હતુ.આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવા પાછળ સંસ્થાના તમામ સભ્યોનો સહકાર અને દાતા મિત્રોના આશીર્વાદ પણ મળ્યા હતા.આગામી સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો યોજવા કટ્ટીબદ્ધ છે




Latest News