મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ
મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
SHARE








મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સેવાકાર્ય માટે ખડેપગે રહેતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે સામાજિક જવાબદારી નિભાવવાની પરંપરા પણ જાળવી રાખી છે.ત્યારે આગામી ૨૦ જાન્યુઆરીના રોજ ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તા.૨૦-૧-૨૬ ને મંગળવારના રોજ ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની તથા ઘરની આર્થિક પરિસ્થિત નબળી હોય તેવી ૫૧ દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવશે.આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેમણે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ પ્રમુખ હેતલબેન પટેલ મો.૯૯૦૪૮ ૫૫૫૫૧ અથવા મો.૯૫૮૬૦ ૫૨૨૨૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખત સમૂહલગ્નનું આયોજન કરી ચુક્યું છે અને ૩૭ દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવ્યા છે.ત્યારે આ વખતે ૫૧ દિકરીઓને પણ એક પરિવારની જેમ જ લગ્ન કરાવી આપવામાં આવશે.આ સમૂહલગ્નના ફોર્મ દર રવિવારના સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની ઓફિસ, કન્યા છાત્રાલય રોડ, સુપર માર્કેટના બીજા માળે ભરી આપવામાં આવશે.જેથી વહેલી તકે દિકરીઓના વાલીએ સંપર્ક કરવો તેમ સંસ્થા દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
