હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક થાર ગાડીના ચાલકે પાંચ ભેંસોને હડફેટે લેતા ત્રણના મોત, બે ભેંસને ગંભીર ઇજા


SHARE



































મોરબીના ઉંચી માંડલ નજીક થાર ગાડીના ચાલકે પાંચ ભેંસોને હડફેટે લેતા ત્રણના મોત, બે ભેંસને ગંભીર ઇજા

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાના સામેથી પસાર થતાં થાર ગાડીના ચાલકે માલધારીની પાંચ ભેસોને હડફેટે લીધી હતી જે પૈકીની ત્રણ ભેંસોને ગંભીર ઇજા થયેલ હોવાથી મોત નિપજ્યાં હતા અને બે ભેસોને ગંભીર ઇજા થઈ હોવાથી તે સારવારમાં છે જેથી માલધારી દ્વારા હાલમાં થાર ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઊંચી માંડલ ગામે રહેતા અને પશુપાલનનું કામ કરતા લખમણભાઇ બુટાભાઈ કાટોડીયા (55)એ હાલમાં થાર ગાડી નંબર જીજે 36 એજે 8226 ના ચાલક દાનાભાઈ રાતડીયા રહે. વાંકડા તાલુકો મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામની સીમમાં નેક્સોન સીરામીક કારખાના સામેથી તેઓની પાંચ ભેંસો પસાર થઈ રહી હતી દરમિયાન આરોપીએ પોતાની થાર ગાડીની હડફેટે તે ભેસોને લીધી હતી જેથી ત્રણ ભેસને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે ત્રણેય ભેંસના મોત થયા હતા અને બે ભેંસને ગંભીર ઈજા થઈ હોવાથી તે સારવાર હેઠળ છે અને માલધારીની દોઢ લાખ રૂપિયાની કિંમતની ત્રણ ભેસોના મોત નીપજયાં હતા જેથી ભોગ બનેલ માલધારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ એન્ટીકા સીરામીક ખાતે રહેતો સુનિલ બાબુભાઈ ડામોર (15) નામનો બાળક પગપાળા ચાલીને જતો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેને ઇજા થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલિસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા મોહિતભાઈ મનસુખભાઈ અગ્રાવત (41) નામનો યુવાન સનાળા રોડ ઉપરથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી


















Latest News