વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં


SHARE































મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે શૈલેષ કાંટા નજીક રોડ ઉપરથી પસાર થતી સીએનજી રીક્ષાને ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં રીક્ષા ચાલકને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને રિક્ષામાં બેઠેલ કાકા-ભત્રીજાને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મકનસર ગામે પોલીસ ચોકીની પાછળના ભાગમાં રહેતા સતિષભાઈ પ્રેમજીભાઈ પંચાસરા (27) એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર આરજે 50 જીએ 9777 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે નજીક રોડ ઉપરથી ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ પંચાસરા પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1953 લઈને મકનસરથી મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના પિતાની સીએનજી રીક્ષાને ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજયું હતું જ્યારે રિક્ષામાં બેઠેલ અશ્વિનભાઈ ગોહિલને ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી તેમજ અશ્વિનભાઈના ભત્રીજા શક્તિને પણ શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે.












Latest News