હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

ગંભીરાની અસર: મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવર-જવર માટે બંધ કરાયા


SHARE

















ગંભીરાની અસર: મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવર-જવર માટે બંધ કરાયા

તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડ્યો હતો અને જેથી કરીને અકસ્માત બન્યો અને તેમાં 18 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાં આવેલા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવા માટે કલેકટર દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જે જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી માળીયા થઈને પીપળીયા તરફ જવા માટે જે રસ્તો છે તે રસ્તામાં મચ્છુ નદી ઉપર મેજર બ્રિજ આવેલો છે તે બ્રિજ ફાઇનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી માળિયાથી પીપળીયા તરફ જવા ભારે વાહનોનો પ્રવેશ બંધ કરીને તેના માટે પ્રતિબંધ મૂકતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને માળિયાથી પીપળીયા થઈને જામનગર તરફ આવવા જવા માટેના જે વાહનો પસાર થતા હતા તેને હવે માળિયાથી મોરબી ટંકારા આમરણ ધ્રોલ લતીપર વાળા રસ્તા ઉપર થઈને જામનગર તરફ આવવા જવાનું રહેશે. આવી જ રીતે જામનગર કે રાજકોટ તરફથી કચ્છ તરફ જતા ભારે વાહનોને આ રસ્તા ઉપરથી આવવા જવાનું રહેશે.

આ ઉપરાંત વાંકાનેર કુવાડવા રોડ ઉપર જે મેજર બ્રિજ આવેલ છે તે પણ ભારે વાહનો માટે થઈને હાલમાં બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તા તરીકે રાજકોટ તરફ આવતા અને જતાં વાહનો માટે બ્રિજની ડાઉન સ્ટ્રીમમાં એક ડાયવર્ઝન પરથી વાહનોની અવર-જવર થઈ શકે તે પ્રકારે વૈકલ્પિક રસ્તો કરવામાં આવેલ છે અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડ ઉપર જે મેજર બ્રીજ આવેલો છે તે બ્રિજને પણ ભારે વાહનો માટે થઈને બંધ કરવામાં આવ્યો છે અને આ બ્રિજેના રીપેરીંગ કામ અને સ્લેબ રિકાસ્ટિંગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આમ મોરબી જિલ્લાના જુદા જુદા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.






Latest News