મોરબીની ત્રાજપર ચોકડીથી ઘુંટુ જવાના રસ્તા ઉપર સમારકામ હાથ ધરાયું
મોરબી મનપાની ટીમે બંધ સ્ટ્રીટ લાઇટ-રોડને લગતી ૩૩૮ ફરિયાદોનો કર્યો નિકાલ
SHARE









મોરબી મનપાની ટીમે બંધ સ્ટ્રીટ લાઇટ-રોડને લગતી ૩૩૮ ફરિયાદોનો કર્યો નિકાલ
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યુ છે કે, મોરબી મહાપાલિકા હદ વિસ્તારમાં તા.૧૦ અને ૧૧ ના રોજ રોહીદાસ પરામાં (૧૪૦ મી.), વિશીપરા મેઈન રોડ (૯૨૫ મી.), લાતી પ્લોટ શેરી નં.૭ (૪૭૦ મી.), આવાસયોજનાથી પંચાસર રોડ સુધી (૬૨૫ મી.), કેસરબાગ થી એલ.ઈ.કોલેજ (૬૯૨ મી.), નહેરૂ ગેટથી દરબાર ગઢ સુધી (૬૮૬ મી.) અને શ્યામ ગ્લાસથી એસ.પી.રોડ (૩૭૦ મી.) વેટમીક્ષ નાખી રોલીંગ કરવાની કામગીરી હાલે કાર્યરત છે અને ઈલેક્ટ્રીક શાખા દ્વારા ૧૪૮ નવી લાઈટ નાખી તથા ૧૯૦ બંધ લાઈટો ચાલુ કરીને કુલ ૩૩૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે.
