મોરબી મનપાની ટીમે બંધ સ્ટ્રીટ લાઇટ-રોડને લગતી ૩૩૮ ફરિયાદોનો કર્યો નિકાલ
મોરબીની શાળામાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ ઉજવાયો
SHARE









મોરબીની શાળામાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ ઉજવાયો
12 જુલાઈ શનિવાર બેગલેસ દિવસનાં અનુસંધાને મોરબીમાં આવેલ શ્રીમતિ એન.જી. મહેતા હાઇસ્કુલ નજરબાગ ખાતે "આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા "વેસ્ટ માંથી બેસ્ટ (સર્વશ્રેષ્ઠ) બનાવીએ એટલે કે સ્વનિર્ભર બનવાની તાલીમ નું આયોજન કર્યું હતું અને તેમાં ઘરમાં રહેલ વેસ્ટ કાગળ, કાપડ, ઊનની દોરી, પ્લાસ્ટીક બોટલ વગેરેમાંથી ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાની સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું અને આ રાષ્ટ્રીય પેપર બેગ દિવસની સ્પર્ધાનું આયોજન 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં જીલ્લા સંયોજક દિપેનભાઈ ભટ્ટ, કોમ્યુનિકેટર કુંભરવાડીયા નિખીલભાઈ, સહાયક કોમ્યુનિકેટર સાંતોલા સુનિલભાઈ, આઈ.પી. લેબ ઈન્ટ્કટર પાર્થભાઈ તથા એલ એમ.ભટ્ટનાં સહયોગથી તથા સ્કૂલનાં આચાર્યો શ્રીમતી દિપાલીબેન આડેસરા, સ્કૂલનાં શિક્ષકઓ તથા સ્ટાફનાં સહયોગથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. .
