માળિયા (મી)ની ભીમસર ચોકડી પાસે કોન્સ્ટેબલ વતી એક લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો
માળીયા (મી)માં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
SHARE







માળીયા (મી)માં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
માળીયા મીયાણામાં રામાપીરના મંદિરની પાછળ દારૂની રેડ કરવામાં આવી હતી દરમિયાન ત્યાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની અને મોટી 96 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 63,360 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયામાં આવેલ રામાપીરના મંદિરની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને નાની મોટી 96 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 63,360 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી સલિમ ઉર્ફે પલ્લો દિલાવરભાઈ જેડા (37) રહે, સરકારી હોસ્પિટલની બાજુમાં માળિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ તે કયાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી જતાં સારવારમાં
ટંકારાના વીરપર ગામે રહેતા આરતીબેન રાયમલભાઈ બામણીયા (16) નામની સગીરાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાનને મારમાર્યો
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિશાંત જારીયા (30) નામના યુવાનને મહેન્દ્રનગર ગામે આવેલ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા છ થી સાત લોકો દ્વારા લોખંડના પાઇપ વડે માથામાં અને હાથે પગે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
