મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશી દ્વારા ખોટી રીતે મુકાયેલી બારીના કેસમાં પ્રતિવાદીએ કોર્ટમાં ચાર વખત કરેલ વચ્ચગાળાની અરજીઓ કોર્ટે નામંજૂર કરી


SHARE











મોરબીમાં પાડોશી દ્વારા ખોટી રીતે મુકાયેલી બારીના કેસમાં પ્રતિવાદીએ કોર્ટમાં ચાર વખત કરેલ વચ્ચગાળાની અરજીઓ કોર્ટે નામંજૂર કરી

મોરબીના મ્યુ. હદ વિસ્તારમાં લખધીરવાસ મેઈનરોડ ઉપર આવેલ લેખ નં-૧૭૮ તથા સીટી સર્વના વોર્ડ નં-૧, શીટ નં-૧૭૬ ના સીટી સર્વ નં-૧૪૦૦ વાળી મિલ્કતના માલીક વાદી બાબુભાઈ ઉમરભાઈ જનાણીએ પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરા તથા મોરબી નગરપાલિકા સામે રેગ્યુલર દિવાની કેશ નં.૨૩૩/૨૦૨૧ થી દાવો દાખલ કરેલ.જેમા પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ તે દાવાના કામે આંક-૩૨ થી વચગાળાનો મનાઈહુકમ મેળવવા અરજી કરેલ, જે પ્રતિવાદીએ પરત ખેંચી લીધેલ છે.અને આંક-૩૨ B થી પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ ફરી મનાઈહુકમ મેળવવા અરજી કરેલ તે અરજી નામદાર કોર્ટ તરફથી રદ/નામંજૂર કરવામાં આવેલ છે.અને રૂા.૫૦૦ નો કોસ્ટનો પણ હુકમ કરવામાં આવેલ છે.

ત્યારબાદ પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ આંક-૩૬ થી ફરી ઓ-૮ રૂલ-૬ મુજબની ૪૪ પાનાની અરજી કરેલ જે અરજી પણ નામદાર કોર્ટ તરફથી રદ/નામંજૂર કરવામાં આવેલ અને રૂા.૩૫૦૦ ની રકમનો કોસ્ટ ભરવાનો હુકમ પણ કરવામાં આવેલ હતો.ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ તરફથી આંક -૩૮ થી પ્રતિદાવામાં સુધારો કરવાની અરજી કરવામાં આવેલ અને તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજુર કરેલ છે. અને ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરા તરફથી આંક-૪૩ થી વાદીનો દાવા રદ કરવા અરજી કરેલ પરંતુ તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજુર કરી રૂા. ૧૦૦૦ ની રકમનો કોસ્ટ ભરવાનો હુકમ કરેલ છે. અને છેલ્લે ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરાએ આંક-૪૬ થી વચગાળાની રાહત મેળવવા વાદીની મિલ્કતમાં પ્રવેશ કરવા માટેની અરજી કરેઈ જે પણ નામદાદ કોર્ટે રદ/નામંજર કરી રૂા. ૧૦૦૦ ની રકમની કોસ્ટ ભરવાનો હુકમ કરેલ છે.આમ પ્રતિવાદીની દરેક અરજી રદ/નામંજુર થયેલ જેમા પ્રતિવાદી સામે વાદી પક્ષ તરફથી વિધ્વાન વકીલ નિકંજ પુનમચંદભાઈ કોટક, હાર્દિક ગોસ્વામી, હીરેન ગોસ્વામી, વિશાલ પી.ચાવડા, અશોક દામાણી તથા કિશોર સુરેલા રોકાયેલ હતા.






Latest News