વાંકાનેરના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે જુગાર રમતા બે શખ્સ 20,370 ના મુદામાલ સાથે પકડાયા
હવાલા કાંડ: મોરબીના નવા ડેલા રોડ બળજબરીથી 12 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા દુકાનમાં ઘૂસીને વેપારીને ચાર શખ્સોએ મારમાર્યો
SHARE
મોરબીના નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતો વેપારી યુવાન પોતાની દુકાને હાજર હતો ત્યારે બળજબરીથી તેની પાસે 12 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને ચાર શખ્સો તેની દુકાનમાં આવ્યા હતા અને વેપારી યુવાન ઉપર હુમલો કરીને તેને માર મારવામાં આવ્યો હતો તેમજ રૂપિયા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખશું અને જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નંબર 8 માં રહેતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઈ મોહનભાઈ કુંધાણી (38)એ હાલમાં ભોલો ઉર્ફે મોઈન કાદરભાઈ ઘાંચી રહે. વાવડી રોડ, તનવીર અબ્દુલભાઈ મતવા થઈ. કાલિકા પ્લોટ, ફારૂક રફિકભાઈ શેખ રહે. કાલિકા પ્લોટ અને ઇજમામ શમશાદભાઈ પઠાણ રહે. ઘાંચી શેરી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ચારથી પાંચ મહિના પહેલા ફરિયાદીએ પોતાની બાજુમાં આવેલ મહાવીર દુકાનવાળા જીગાભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તે બાબતે મારામારી થઈ હતી અને ફરિયાદ પણ થઈ હતી અને જેમાં સાડા પાંચ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું અને જીગાભાઈએ મોહીનને ફરિયાદી પાસેથી પૈસા કઢાવવા માટે તેને કહ્યું હતું જોકે ફરિયાદીને સમાધાન થઈ ગયું હોવાથી તેને પૈસા આપવાની ના પાડી હતી.
ત્યારબાદ ફરિયાદી યુવાન પાસેથી બળજબરીપૂર્વક 12 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને તેને અવારનવાર જુદા જુદા ફોનમાંથી ફોન કરીને ધમકીઓ દેવામાં આવતી હતી અને રૂપિયા આપી દે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી ફરિયાદીને આપવામાં આવતી હતી અને શનિવારે બપોરના સમયે ચારેય શખ્સો ફરીયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં ભોલો ઉર્ફે મોહિને ફરિયાદીને ટીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તન્વીરે લોખંડના પાઇપ વડે દુકાનમાં કાચ તોડીને ફરિયાદીને શરીર ઉપર પાઇપ વડે માર માર્યો હતો અને ફારુકે કાચની બોટલના છુટા ઘા કરીને દુકાનમાં નુકસાની કરીને યુવાનને માર મારેલ છે તથા ઈજમામ પઠાણ લોખંડનો કોઈતો લઈને આવ્યો હતો અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી આ બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.