મોરબી: મિશન નવભારત માળિયા તાલુકા યુવા શાખા દ્વારા ખાખરેચી ગામે વૃક્ષારોપણ
SHARE
મોરબી: મિશન નવભારત માળિયા તાલુકા યુવા શાખા દ્વારા ખાખરેચી ગામે વૃક્ષારોપણ
હાલ સરકાર દ્વારા વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમ યોજાય રહ્યા હોય મિશન નવભારત માળિયા તાલુકા યુવા શાખા દ્વારા શ્રી ખાખરેચી મિશ્ર પ્રાથમિક શાળા ખાતે ઉપરોક્ત સંદર્ભે વિવિધ ફુલછોડ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષઉછેરની સમગ્ર જવાબદારી બંને શાળાના આચાર્ય મિલનભાઈ કાવર તથા શૈલેષભાઈ ગોસરા દ્વારા લેવામાં આવી જે ખુબ પ્રેરણાદાયી છે.આ કાર્યક્રમ દરમિયાન મિશન નવ ભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમુલભાઈ જોષી, મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારેજીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન નવ ભારત માળિયા તાલુકા યુવા શાખાના પ્રમુખ તરુણભાઈ ગઢીયા, યુવા મહામંત્રી સાગરભાઈ થડોદા, યુવા ઉપપ્રમુખ જયદીપભાઈ પટેલ, યુવા મંત્રી યશપાલસિંહ રાઠોડે ભારે જહેમત ઊઠાવી હતી, મિશન નવભારતની સમગ્ર ટીમ આવા પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે ત્યારે ચોમાસાની ઋતુને ખાસ ધ્યાને લઈ આજની યુવા પેઢી વિવિધ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે અને તથા તેનો ઉછેર પણ કરે એવો સંદેશ પાઠવવામાં આવ્યો છે.((તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)