મોરબીમાં આજના દિવસમાં સવા બે ઇંચ વરસાદ: પંચાસર-શનાળા રોડ પાણી પાણી
SHARE







મોરબીમાં આજના દિવસમાં સવા બે ઇંચ વરસાદ: પંચાસર-શનાળા રોડ પાણી પાણી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાની વાત કરીએ તો આજે સવારથી સમગ્ર જિલ્લાની અંદર વરસાદી માહોલ છે અને મોરબી શહેરમાં સવારના 10 થી લઈને બપોરના 4 વાગ્યે સુધીના સમયગાળા દરમિયાન સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેથી મોરબીના પંચાસર રોડ, સનાળા રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ જવાના કારણે વાહન ચાલકો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબી જિલ્લામાં લગભગ એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાએ ફરી આગમન કર્યું હતું અને જે રીતે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં હળવો ભારે વરસાદ આજે થયો હતો અને ખેડૂતોએ પોતાના ખેતરમાં જે વાવેતર કર્યું છે તે પાકને પાણીની જરૂર હતી ત્યારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે જોકે, શહેરી વિસ્તારની વાત કરીએ તો મોરબી શહેરના ચોક્કસ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતો હોવાથી રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી વિગત પ્રમાણે આજે સવારના 10 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધીના સમય ગાળામાં મોરબી શહેર અને તાલુકામાં સવા બે ઇંચ તથા હળવદ તાલુકામાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો માળિયા, વાંકાનેર અને ટંકારા તાલુકામાં નજીવો વરસાદ પડ્યો છે જો કે, મોરબીમાં સનાળા રોડ, પંચાસર રોડ સહિતના ચોક્કસ વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી જેથી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને વાહન ચાલકો તથા તે વિસ્તારની અંદર રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
