મોરબીના કોયલી ગામ નજીક ચાલુ વરસાદે ડામર કામ કરતા કોન્ટ્રાક્ટરનો વિડીયો થયો વાયરલ !, તંત્રની કામગીરી સામે સવાલ
SHARE









મોરબીના કોયલી ગામ નજીક ચાલુ વરસાદે ડામર કામ કરતા કોન્ટ્રાક્ટરનો વિડીયો થયો વાયરલ !, તંત્રની કામગીરી સામે સવાલ
મોરબીના કોયલી ગામ તરફ જવાનો રસ્તો ઉપરખાબડ થઈ ગયો હોવાથી ત્યાં ખાડા બૂરવા માટે થઈને કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ખાડામાં ડામર પાથરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જો કે ચાલુ વરસાદે ડામર કામ કરવામાં આવતું હતું તે અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરી અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ચોમાસામાં નજીવા વરસાદમાં રોડ રસ્તા ઉબડ ખાબડ થયા છે અને રસ્તા ઉપર ખાડા પડી ગયા હોવાના કારણે વાહન ચાલકો તેમજ ગ્રામજનો મુશ્કેલીનો સામનો કર્યા છે આવી જ રીતે મોરબી તાલુકાના કોયલી ગામ તરફ જવાનો રસ્તો આવેલો છે તે રસ્તા ઉપર ખાડા પડી ગયા હતા જેથી કરીને ખાડા બૂરવા માટે થઈને કોન્ટ્રાક્ટર દ્વારા આજે સવારે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારે વરસાદ ચાલુ હતો તેમજ વરસાદી પાણી ખાડામાં ભરેલું હતું તેમ છતાં પણ ખાડામાં ડામર નાખીને ડામર કામ કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે અધ્યતન ટેકનોલોજીથી તંત્ર ખાડા બૂરવા માટેની કામગીરી કરે છે કે શું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
જેથી કરીને આ બાબતે મોરબી જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર દિવ્યેશભાઈ બાવરવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી વરસાદ ન હતો જેથી રોડ રસ્તા ના ખાડા બૂરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે આજે સવારે કોયલી ગામ તરફ જવાના રસ્તા ઉપર રસ્તાના ખાડા બૂરવા માટેની કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી હતી તેવામાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને તે દરમિયાન આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે આ વિડીયો ધ્યાન ઉપર આવ્યો ત્યારે પહેલા જ તેઓએ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા બૂરવા માટેની કામગીરી બંધ કરવા માટેની સૂચના આપી હતી તેવી માહિતી અધિકારીએ આપેલ છે

