હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં મહાનગરપાલીકા લોકમેળાનું આયોજન કરે: કોંગ્રેસની રજૂઆત


SHARE

















મોરબી શહેરમાં નગરપાલીકા કચેરી દ્વારા અગાઉ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું. જે લોકમેળાનો આનંદ મોરબી શહેરની જનતા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માણતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ કારણોસર નગરપાલીકા કચેરી દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવતું ન હતું. જોકે, ચાલુ વર્ષે મહાપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તહેવારના દિવસોમાં લોકમેળો એ લોકો માટે આનંદ અને મનોરંજન માટેનું ઉતમ માધ્યમ છે. મોરબી શહેરમાં હાલમાં પ્રાઈવેટ લોકમેળા થતાં હોવાના કારણે પ્રાઈવેટ લોકમેળાના સંચાલકો દ્વારા મોરબીના લોકો પાસેથી વધુ પૈસા પડાવી ઉઘાડી લુંટ ચલાવવામાં આવે છે. જેના કારણે ગરબી-મધ્યમ વર્ગના લોકો આ લોકમેળાનો આનંદ માણી શકતા નથી. મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો મળેલ છે. તેમજ શ્રાવણ માસની શુભશરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી છે. ત્યારે જો મોરબી મહાનગરપાલીકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો ''સૌનામાં સુગંદ’' ભળી જાય તેમ છે. તેમજ આ લોકમેળાનો આનંદ ગરીબ-મધ્યમ વર્ગના વધુને વધુ લોકો માણી શકે તેમ છે. જેથી કોંગ્રેસની રજુઆતને ધ્યાને લઈ શ્રાવણ માસમાં લોકમેળાનું આયોજન કરવા માટેની માંગ કરી છે.






Latest News