મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ


SHARE









મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે અભ્યાસ કરી રહેલ બાળકોને દાતાઓના સહયોગથી સ્કુલ બેગ અર્પણ કરવામાં આવેલ છે અને કેજી થી ધો. 1, 2 અને 3 ના 113 બાળકોને સ્કૂલ બેગ મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ પરિવાર તરફથી, ધો. 4 ના બાળકોને વિનુભાઈ છગનભાઈ સોલંકી તીથવા વાળા (sbi વાકાનેર) તરફથી, ધો. 5 ના બાળકોને ટ્રસ્ટના મંત્રી અને શાળાના વહીવટદાર કેશવલાલ રામજીભાઈ ચાવડા તરફથી, ધો. 6, 7 અને 8 ના બાળકોને ડોક્ટર પરેશ પારીઆ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, શાળાના સુપરવાઇઝર જ્યોતિબેન નાનજીભાઈ ચાવડા, હરેશભાઈ ખેંગારભાઈ બોસિયા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આપવામાં આવેલ છે. આ પ્રસંગે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકણભાઈ આદ્રોજા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ જે. પરમાર, નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણ, ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર, મંત્રી અને શાળા વહીવટદાર કે.આર.ચાવડા, ટ્રસ્ટના સભ્ય હિતેન્દ્રભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ મકવાણા, ડો.પરેશ પારીઆ, સ્વયંસેવક તરીકે રાજુભાઈ ચાવડા તથા શાળાના શિક્ષક ગણ ઉપસ્થિત રહી અંદાજિત 236 બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવી હતી.




Latest News