મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે ઉમા વિદ્યા સંકુલ (ઉમા ટાઉનશિપ) મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા ડીડીઓ જે.એસ. પ્રજાપતિ તેમજ ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્ય ભાઈ હાજર રહી બાળકોને વ્યસન ન કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા તેમજ બાળકોને વ્યસન મુક્તિ તેમજ વિધાર્થી જીવનમાં તેમને શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. તેમજ કાર્યક્રમના અંતમાં ડીડીઓએ પોતે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા શ્રોત બની બીજું કોઈ વ્યસન તો નથી પરંતુ આજથી ચા કે કોફી પણ નહીં પીવે એવો પોતે સંકલ્પ લીધો હતો. જેનાથી વિદ્યાર્થીઓમાં પણ નાનામાં નાના વ્યસન પણ નહીં કરવાની પ્રેરણા મળી હતી.

