મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે


SHARE













હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે

મોરબીના સિરામિક કારખાનાઓમાં રો-મટીરીયલ સપ્લાય કરતા સપ્લાયરોની આજે મોરબીની હોટલની અંદર મીટીંગ મળી હતી. જેમાં 350 થી વધુ સપ્લાયરો હાજર રહ્યા હતા અને ખાસ કરીને છેલ્લા એકથી દોઢ વર્ષથી ઘણા બધા સપ્લાયરોના રૂપિયા કોઈને કોઈ સિરામિક કારખાનામાં રોકાયેલા છે જેના કારણે તે લોકોની આર્થિક ચેન તૂટી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લાંબા સમયથી જે ઉદ્યોગકારો પૈસા આપતા નથી તેની યાદી બનાવીને મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવેલ સીટ ની ટીમને આપવામાં આવશે તેમજ કોઈપણ સપ્લાયર પાસે અગાઉના લીધેલા માલના રૂપિયા જો બાકી હોય અને બીજા સપ્લાયર પાસેથી માલની ખરીદી કરવામાં આવતી હોય તેવું ધ્યાન ઉપર આવશે તો જે તે કારખાનામાં માલની સપ્લાય બંધ કરાવવા સુધીનો નિર્ણય એસો. દ્વારા કરવામાં આવશે.

મોરબીની આસપાસમાં આવેલા સિરામિક કારખાનાઓમાં રો-મટીરીયલ સપ્લાય કરવા માટે થઈને નાના-મોટા અનેક સપ્લાયરો કામ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને એગ ઓફ ગ્લેઝ, ફ્રીટ એસટીપીપી, એબ્રેસીવ, હાર્ડવેર, ઈલેક્ટ્રીક વગેરે જેવી વસ્તુઓ નાના સપ્લાયરો દ્વારા સીરામીક કારખાનાઓમાં સપ્લાય કરવામાં આવતી હોય છે અને તેના બિલ માલ મોકલાવ્યા પછી લાંબા સમય સુધી મળતા ન હોય તેવી ઘટનાઓ છેલ્લા સમયમાં સામે આવી છે. દરમિયાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાલપર નજીક આવેલ સયાજી હોટલમાં મોરબી સિરામિક રોમટીરીયલ એસો. પ્રમુખ સી.ડી.પટેલ અને ઉપપ્રમુખ સતિષભાઇ કાકાસણીયાની આગેવાની હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને 350 જેટલા સપ્લાયરો હાજર રહ્યા હતા

આ બેઠકમાં ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગમાં માલ સપ્લાય કરતા સપ્લાયરોના પૈસા છેલ્લા ઘણા સમયથી ફસાઈ ગયા છે અને પૈસા ન આપતા હોય તેવા ઉદ્યોગકારો સામે કેસ દાખલ કરવા માટેની આ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ મોરબી સિરામિક રો-મટીરીયલ એસો. દ્વારા તેઓના સભ્યો પાસેથી એકથી દોઢ વર્ષ કરતાં વધુ સમયથી જે ઉદ્યોગકારોના પૈસા બાકી છે તેની યાદી મેળવીને મોરબી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલ સીટ ની ટીમને તે આપવામાં આવશે. તેમજ જે સિરામિક ઉદ્યોગકારોના રૂપિયા કોઈ સપ્લાયર પાસે બાકી હોય એને અન્ય સપ્લાય પાસેથી જો માલની ખરીદી કરવામાં આવતી હોય તેવું ધ્યાન ઉપર આવશે તો જે સપ્લાયરના પૈસા બાકી છે તેનું બિલ ન આપવામાં આવે ત્યાં સુધી તે કારખાનાની અંદર મોરબીના કોઈ સપ્લાયર માલની સપ્લાય નહીં કરે તેવો પણ નિર્ણય આ બેઠકમાં કર્યો છે. અને આગમી દિવાસીમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં સપ્લાય કરવામાં આવતા રો-મટીરીયલની પેમેન્ટ કન્ડિશન માટેનો યોગ્ય નિર્ણય સભ્યો સાથે ચર્ચા કરીને લેવામાં આવશે તેવું સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે.




Latest News