મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા
નશાખોરનો આતંક: મોરબીના સનાળા પાસે ડમ્પરના ચાલકે સર્જ્યો અકસ્માત: કન્ટેનર-કારમાં નુકસાન
SHARE









નશાખોરનો આતંક: મોરબીના સનાળા પાસે ડમ્પરના ચાલકે સર્જ્યો અકસ્માત: કન્ટેનર-કારમાં નુકસાન
મોરબી નજીકના સનાળા ગામ પાસે ડમ્પરના ચાલકે કન્ટેનર અને કારને હડફેટ લેતા બંને વાહનોમાં નુકસાન થયું હતું જેથી કરીને થોડીવાર માટે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો જો કે, અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના શાનાળા ગામ પાસેથી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે આગળ જઈ રહેલી ઇનોવા કારમાં વાહન ધડાકાભેર અથડાવ્યુ હતું તેમજ એક કન્ટેનરની સાથે પણ ડમ્પર અથડાવ્યું હતું જેથી કન્ટેનર લઈને જઈ રહેલા ટ્રકની ડીઝલ ટેન્ક તૂટી ગઈ હતી તેમજ ઈનોવા ગાડીની પાછળનો ભાગ ડમ્પર અથડાવવાના કારણે તૂટી ગયો હતો જેથી કરીને ઇનોવા ગાડીમાં નુકસાની થઈ હતી તેમજ કન્ટેનર લઈને જઈ રહેલા ટ્રકની ડીઝલ ટેન્કમાં નુકસાની થઈ હતી જેથી કરીને આ બંને વાહનોમાં નુકસાન થયુ હોવાના કારણે થોડી વાર માટે સનાળા ગામ પાસે રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો જોકે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી અને સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે ડમ્પર લઈને નીકળેલ વાહન ચાલક નશાની હાલતમાં હોય તેવું જણાતું હતું જેથી આ અંગેની સ્થળ ઉપર હાજર રહેલા લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પરને કબ્જે કરીને ડમ્પર ચાલકને પકડીને તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હોવાની માહિતી મળી છે.

