મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત
મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા
SHARE









મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા
મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ હાલમાં રૂલ લેવલ મુજબ સો ટકા ભરાઈ ગયો હોવાના કારણે ડેમના એક દરવાજાને એક ઇંચ જેટલો ખોલીને તેમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ગઈકાલે દિવસ દરમિયાન મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે વરસાદી પાણી નદી નાળા મારફતે સ્થાનિક જળાશયોમાં વરસાદી પાણી આવતું હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમમાં વરસાદી પાણીની આવક થવાના કારણે આ ડેમ રૂલ લેવલ મુજબ હાલમાં ભરાઈ ગયો હોવાથી તે ડેમના દરવાજાને ખોલવામાં આવેલ છે અને સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગત પ્રમાણે હાલમાં આ ડેમના એક દરવાજાને એક ઇંચ સુધી ગઇકાલે રાતના 10:30 કલાકથી ખોલવામાં આવેલ છે અને આજના દિવસે સવારથી વરસાદ નથી પરંતુ નદી મારફતે ડેમમાં પાણી આવી રહ્યુ હોવાથી રૂલ લેવલ મુજબ ડેમ ભરાયેલ હોવાના કારણે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે, નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યો ત્યારે પહેલા મોરબી તાલુકાના સાત અને માળિયા તાલુકાના ત્રણ આમ કુલ મળીને 10 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી હતી

