હળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમી પકડાયા
SHARE









હળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમી પકડાયા
હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 2,250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના કડીયાણાથી માથક રોડ ઉપર રણછોડગઢ ગામની સીમમાં મામાદેવના મંદિર સામે ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકતા આધારે ત્યાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શંકરભાઈ હીરાભાઈ ધામેચા (60), રાયધનભાઈ તળશીભાઇ દઢૈયા (35), વિષ્ણુભાઈ વિરમભાઈ દઢૈયા (20), શીવાભાઈ સુખાભાઈ સીણોજીયા (35) અને સંજયભાઈ લાભુભાઈ સુરેલા (29) રહે. બધા રણછોડગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,250 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
350 લિટર દેશી દારૂ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી શાક માર્કેટની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુદા જુદા બાચકામાં કુલ મળીને 350 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 70 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ ગુલમામદ માણેક રહે. હાલ વીસીપરા મોરબી મૂળ રહે. શિકારપુર તાલુકો ભચાઉ વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

