મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા વાંકાનેરમા ગાડીનો પીછો કરીને પોલીસે 550 લિટર દેશી દારૂ સહિત 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીની શોધખોળ હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલના ડો.સત્યજીસિંહ જાડેજા વાંકાનેર, ટંકારા અને હળવદ પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ૪૪ કેસ કર્યા: ૧૮.૨૦ લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાંથી 58 બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE

















વાંકાનેરમાં ઘરમાંથી 58 બોટલ દારૂ સાથે એક પકડાયો

વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક પાસે આવેલ સ્વપ્ન લોક સોસાયટીના કોમન પ્લોટ પાસે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 58 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 78,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના મિલ પ્લોટ ફાટક પાસે આવેલ સ્વપ્ન લોક સોસાયટીમાં કોમન પ્લોટની પાસે રહેતા રમેશભાઈ કુકાવાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 58 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 78,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા (45) રહે. સ્વપ્નલોક સોસાયટી મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન શકુબેન મુસ્લિમ રહે. સુરેન્દ્રનગર વાળાનું નામ સામે આવ્યું હોય મહિલા સહિત બંને સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને મહિલા આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

એક બોટલ દારૂ

મોરબીની વાવડી ચોકડી પાસેથી એકટીવા નંબર જીજે 36 એક્યુ 2308 લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 300 ની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને 50,300 ની કિંમતના મુદ્દામાલ સાથે પ્રિન્સભાઈ ચંદુલાલ ચાવડા (23) રહે. માધાપર નં-7 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલ રાહુલભાઈ રમેશભાઈ પરેસા રહે. માધાપર શેરી નં-3 વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બે બોટલ દારૂ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર પાપાજી ફનવર્ડ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલ એક્સેસ સ્કૂટર નંબર જીજે 36 એકયુ 1033 ના ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે જુદી જુદી બ્રાન્ડની બોટલ મળી આવી હતી જેથી પોલીસે 600 ની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન અને 5,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને 55,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી વિકીભાઈ નારણભાઈ નાટડા (24) રહે. સનાળા મુરલીધર હોટલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો તેણે હરેશભાઈ બારોટ રહે. વાવડી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે 

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ કારખાના સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા 1,300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે સતિષભાઈ મનસુખભાઈ થરેસા (25) રહે. સોખડા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

એક બોટલ દારૂ

વાંકાનેર હસનપર બીજ પાસે સર્વિસ રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ સાથે ચેતનભાઇ દેવજીભાઈ મકવાણા (32) રહે. મિલ પ્લોટ સ્વપ્ન લોક સોસાયટી વાંકાનેર વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપીની ધરપકડ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News