મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શીતળા માતાના મંદિરની બાજુમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 13,250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આવેલી કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજપાલસિંહ જાડેજા ને મળેલ બાતમી આધારે મહેન્દ્રનગર ગામે આવેલ શીતળામાં મંદિરની બાજુમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા આકાશભાઈ ગોપાલભાઈ કુંડીયા (23) રહે મહેન્દ્રનગર,.અશ્વિનભાઈ ગોપાલભાઈ કુંડીયા (19) રહે. મહેન્દ્રનગર, ગણપતભાઈ માનસિંગભાઈ હળવદિયા (48) રહે. મહેન્દ્રનગર, નરેનભાઈ સંતોષભાઈ જાટવ (32) રહે. ભક્તિનગર વાવડી અને મહેશભાઈ દિનેશભાઈ પરસવાણી (35) રહે. નાની વાવડી સમજુબા સ્કૂલની બાજુમાં વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 13,250 ની રોકડ સાથે તેને ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

